પંચાયત વિભાગ
કચ્છ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર
મુખપૃષ્ઠજીલ્‍લા વિષેજોવાલાયક સ્‍થળો

જોવાલાયક સ્‍થળો

ધાર્મકિ, ઐતિહાસ અથવા પુરાતત્વની દ્રષ્ટિએ ધરાવતાં અને પ્રવાસીઓ માટે જોવાલાયક સ્થળો વગેરેની વિગત
ભૂજ
ભૂજમાં કેટલીક જૂની ઐતિહાસિક ઇમારતો છે જેવી કે જમાદાર ફતહેર મહંમદની કબર, પન્ના મસ્જીદ, ખ્યાતનામ આયના મહલ અને રાલાખાની છત્રી સાથેનો રાવ પ્રાગમલજીનો રાજમહેલ, નગરની દિવાલોમાં યાદગાર પથ્થરો છે. તા. ૨૬-૧-૨૦૦૧ ના વિનાશક ભૂકંપમાં આ ઇમારતોને ગંભીર નુકસાન થયું છે. જુનો કિલ્લો, છાવણી અને ભુજિયો ડુંગરનો કિલ્લો, દેસલસર અને હમીસર સરોવરો શહેરને સુંદરતા બક્ષે છે. હમીરસર સરોવર મનપસંદ સ્થળ છે. જયાં લોકો રજાના દિવસે મોટી સંખ્યામાં આવે છે. અગાઉ ફર્ગ્યુસન સંગ્રહાલય તરીકે ઓળખાતું કચ્છ સંગ્રહાલય મહારાવ ખેંગારજીએ સ્થાપ્યું હતું. ગુજરાતમાં તે સૌથી જુનું સંગ્રહાલય છે અને તે કચ્છના ભવ્ય ભુતકાળની ઝાંખી કરાવે છે. વિખ્‍યાત સ્વામીનારાયણ મંદિર, હાટકેશ્વર મંદિર, ભૂજંગ નાગ કે સર્પમંદિર, કચ્છના અગાઉના રાજવીઓની કુળદેવી આશાપુરી માતાના મંદિર સહિત શહેરમાં કેટલાક મહત્વના મંદિરો છે. અહીં જિનદત્ત સુરીશ્વરજીના સંભવનાથ મંદિર તરીકે ઓળખાતા જૈન મંદિરો પણ છે.
કોટાચ
રાલખાના મંદિર તરીકે ઓળખાતા શિવમંદિર જીર્ણ હાલતમાં છે, પરંતુ તેના અવશેષો આ ભવ્ય મંદિરની શોભા વધારનાર ઉંચી કક્ષાનું સ્થાપત્ય અને શલ્પિ સૌદર્ય છે.
મુંદરા
મુન્દ્રા કચ્છના જાણીતા બંદરોમાંનું એક હતું. આ બંદર નો ગુજરાત અદાણી પોર્ટ નામની કંપની એ અધ્યાધુનિક રીતે વિકસાવી આયાત-નિકાસ ના આંતરરાષ્ટ્રીય નકશામાં આ બંદર ને ફરીથી સ્થાન મળ્યું છે. જોવાલાયક સ્થળોમાં જેના પર પાદુકા કોતરવામાં આવી છે તે આરસના પથ્થર પર નાના ધુમ્મટ સાથેના જૈન મુનિની પાદુકા પરનું છત્ર છે.

આગળ જુઓ