કર્મચારીઓની નિમણુક
તાલુકાની કચેરીઓમાં વયનિવૃત્ત્ત, સ્વૈચ્છિક નિવૃત્ત, અવસાન, આંતર જિલ્લા બદલી જેવા કારણોસર ખાલી પડતી નાયબ ચીટનીશ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી,સીનીયર કલાર્ક(વહીવટ), વિસ્તરણ અધિકારી(પંચાયત), સર્કલ ઇન્સ્પેકટર, તલાટી કમ મંત્રી, જુનીયર કલાર્ક, ડ્રાયવર વિ. સંવર્ગ વર્ગ-૩ અને વર્ગ-૪ની જગ્યાઓ ભરવા ભરતીથી નિમણુંક આપવા તથા બઢતી આપી જગ્યા ભરવા બાબત તથા ભરતીની સરકારશ્રી તરફથી બહાર પાડવામાં આવતી જાહેરાતો મુજબની કાર્યવાહીથી પસંદગી પામેલા ઉમેદવારોને તથા સરકારશ્રી દ્વારા રહેમરાહે નિમણુંક થતાં આશ્રિત ઉમેદવારોને નિમણુંક આપવામાં આવે છે. પ્રતિનિયુકિતથી બદલી કે નિમણુંકની કાર્યવાહી કરવામાં આવે છે. તેમજ પગારધોરણ ૪૦૦૦-૬૦૦૦ સુધીની અમુક જગ્યાઓની ભરતી સરકારશ્રીની મંજુરી મેળવી, સચિવશ્રી, જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ દ્વારા જાહેરાત મુજબની કાર્યવાહી કરી, પસંદગી યાદી મુજબ નિમણુંક કરવામાં આવે છે.
બદલી
તાલુકાની કચેરીઓમાં સરકારશ્રીના વખતો વખતના બદલીને લગતા ઠરાવો/પરિપત્રો/ માર્ગદર્શક સિધ્ધાંતો ધ્યાનમાં લઇ નાયબ ચીટનીશ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી,સીનીયર કલાર્ક(વહીવટ), વિસ્તરણ અધિકારી(પંચાયત), સર્કલ ઇન્સ્પેકટર, તલાટી કમ મંત્રી, જુનીયર કલાર્ક, ડ્રાયવર વિ. સંવર્ગ વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓની વહીવટી સરળતા માટે / માંગણીથી કે ફરીયાદના કારણોસર બદલીની કાર્યવાહી કરવામાં આવે છે.
ઉપરોકત સંવર્ગના કર્મચારીઓની આંતર જિલ્લા ફેરબદલી તથા પ્રતિનિયુકિતથી બદલી સબંધેની કાર્યવાહી સરકારશ્રીના પ્રર્વતમાન નિયમાનુસાર કરવાની તથા સરકારશ્રીની મંજુરીથી તેઓની બદલીની કાર્યવાહી કરવામાં આવે છે.
કર્મચારીની નિવૃત્તી
સરકારશ્રીના નિયમો મુજબ નાયબ ચીટનીશ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, સીનીયર કલાર્ક(વહીવટ), વિસ્તરણ અધિકારી(પંચાયત), સર્કલ ઇન્સ્પેકટર, તલાટી કમ મંત્રી, જુનીયર કલાર્ક, ડ્રાયવર વિ. સંવર્ગ-૩ વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓની વયમર્યાદા ૫૮ વર્ષ મુજબ સબંધિત કર્મચારીઓને વયનિવૃત્ત કરવાના હુકમો કરવામાં આવે છે. તેમજ કોઇ કર્મચારી સ્વૈચ્છિક નિવૃત્ત થવા ઇચ્છતા હોય તો તેઓને નિયમાનુસારની કાર્યવાહી કરી, સ્વૈચ્છિક નિવૃત્ત કરવાની કામગીરી આ શાખા દ્વારા કરવામાં આવે છે.