×

પ્રસ્તાવના

ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ -૧૯૬૧ અન્વયે ગ્રામ્ય કક્ષાની સહકારી મંડળીઓની નોંધણી , તેના પેટા કાયદાઓમાં સુધારા તેમજ આ કાયદા ની જોગવાઇ હેઠળ ફડચામાં ગયેલ હોય તેવી સહકારી મંડળીઓની પુન:જીવિત કરવાની તેમજ કમીશનરશ્રી કુટીર અને ગ્રામોધોગ ખાતા હસ્તક ની ગ્રાન્ટથી હાલમાં કરછ જીલ્લાના ભુજ તાલુકાના માધાપર તથા લાખોદ ગામમાં હાથશાળ તાલીમ કેન્દ્ર ધ્વારા બહેનોને તાલીમ આપવામાં આવેલ છે.

સહકારી મંડળીઓની નોંધણી કામે જીલ્લા પંચાયત ની ઉત્પાદન, સહકાર અને સિંચાઇ સમિતિ માં ઠરાવથી નિર્ણય કરી નોંધણી ની કામગીરી હાથ ધરવામાં આવે છે. સેવા સહકારી મંડળીઓની નોંધણી માટે આવી દરખાસ્તો પ્રથમ સુપરવિઝન સમિતિમાં આ મંડળી અર્થક્ષમ હોવાના નિર્ણય અર્થ મુકી આ સમિતિ ને માન્ય રહેથી તેની નોંધણી અંગેની અંતિમ કાર્યવાહી કરવામાં આવેછે. તે સીવાય બાકીની મંડળીઓની નોંધણી અંગે તથા તેની અન્ય વહિવટી કામગીરી માટેના અધિકરો જીલ્લા પંચાયત ની ઉત્પાદન, સહકાર અને સિંચાઇ સમિતિને આપવામાં આવેલ છે.