×

જીલ્‍લા આયોજન મંડળ

જિલ્લા આયોજન મંડળ ઘ્વારા અમલમાં મુકાતી ૧પટકા વિવેકાધીન જોગવાઈ પ ટકા પ્રોત્સાહક જોગવાઈ,ખાસ અંગભુત યોજના,પછાત તાલુકાની યોજના, સંસદ સભ્યશ્રી તથા ધારાસભ્યશ્રી ગ્રાન્ટના સ્થાનિક અગત્યતા ધરાવતા કામો,સરકારશ્રીએ જિલ્લા પંચાયતોને સુપ્રત કરેલ ૮૦ ટકા નોર્મલ પ્લાનની યોજનાઓના કામોની માહિતીનું સંકલન કરવાની કામગીરી તથા ગ્રાન્ટ ફાળવણીના આદેશોની કામગીરી આ શાખા ઘ્વારા કરવામાં આવે છે. તથા જિલ્લા આંકડા અધિકારી ઘ્વારા વિકાસના કામોની સમીક્ષા બેઠકો બોલાવી કામોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવે છે. અને તાલુકાના ૧૦ ટકા કામોનું સ્થાનીકે ચકાસણી કરી તેના અહેવાલો ઉપલી કચેરીને મોકલી આપવામાં આવે છે.