×

પિયત સુવિધા

ખેત ઉત્પાદનનો મુખ્ય આધાર જિલ્લામાં આવેલ કૂવા, પાતાળ કૂવા, નહેર કે તળાવથી કેટલા વિસ્તારમાં પિયત આપવામાં આવે છે તેના પર રહેલો હોય છે. તેથી પિયતની ઉપલબ્ધતાને ઘ્યાને લઈ ઋતુ વાર પાકનું આયોજન કરવામાં સદર માહિતી ઉપયોગી બની રહે છે. આમ ખેત ઉત્પાદન કાર્યક્રમને અસરકારક બનાવવા માટે પિયતના વિવિધ સ્ત્રોત અંગેની માહિતી આવશ્યક છે.

પિયતના સાધનો
કૃષિ ઉત્પાદન માટે પિયત મહત્વનું પરિબળ છે. સામાન્ય રીતે કૂવા , પાતાળ કૂવા, નહેર અને થોડા ધણા અંશે તળાવથી પિયત આપવામાં આવે છે. જેથી જે તે વિસ્તારની પિયતની સુવિધા તે વિસ્તારના પાક ઉત્પાદન પર મહત્વનો ભાગ ભજવે છે. સરકારશ્રીની નાની સિંચાઈ, મોટી સિંચાઈ તથા સુજલામ સુફલામ યોજના અનુસાર ચેક ડેમ, ખેતતલાવડી ઘ્વારા વોટર શેડ મેનેજમેન્ટ પાક ઉત્પાદનમાં અતિ મહત્વનો ભાગ ભજવી શકે તેમ છે. જેથી રાજયમાં વધુમાં વધુ પિયતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવી પાણીના કાર્યક્ષમ આયોજન ઘ્વારા વધુ ઉત્પાદન મેળવી શકાય તેમ છે.

અ.ન. પિયતનો સ્ત્રોત સંખ્યા વિસ્તાર (હેકટરમાં)
કૂવાથી (ર૮૩૦૬ ) (૧ર૩૦૦૦ હેકટર)
સરકારી પાતાળ કૂવા (-)
ખાનગી પાતાળ કૂવા (ર૧૯) ટયુબવેલ (૧પ૦૦ હે.)
નહેરથી પિયત (રર૮૦૦ હે.)
તળાવથી તથા અન્ય સાધનોથી પિયત (ર૭૦૦ હે.)

પિયત પાણીની ગુણવતા અંગેની માહિતી
જેટલી અગત્યતા જમીનમાં રહેલા પોષક તત્વોની છે તેટલી જ અગત્યતા પિયત માટે ઉપયોગમાં લેવાતા પાણીની છે. તેથી પિયત માટે જો કૂવાનું, તળાવનું કે નહેરનું પાણી ઉપયોગ કરતા હોઈએ તો પિયત માટે ઉપયોગમાં લેવાતા આવા પાણીનું પણ પૃથકરણ કરાવી ભલામણ મુજબ પાણીનો જે તે જમીનોમાં ઉપયોગ કરવો જરૂરી છે. પિયતના પાણીમાં રહેલા જુદા જુદા ક્ષારોનું પ્રમાણ જાણી ખેતીમાં જે તે પાક માટે આયોજન કરવા માટે કોઠામાં દર્શાવેલ વિગતો મેળવવી જરૂરી છે.

પાક ઉત્પાદન માટે આણંદ જિલ્લામાં મુખ્યત્વે નહેર, પાતાળ કૂવા કે ખાનગી કૂવા ઘ્વારા પિયત કરવામાં આવે છે. પિયતના પાણીમાં દ્રાવ્ય ક્ષારોની માત્રા સમયાંતરે મોટા પ્રમાણમાં ઉમેરાય છે. જો જમીનમાં પુરતો નિતાર ન હોય તો લાબાં ગાળે આવી જમીનમાં સતત અને ભુલ ભરેલ પઘ્ધતિથી વધારાનું પિયત કરવામાં આવે તો ભૂતળના પાણીની ગુણવત્તા જોખમાય/બગડે છે અને ક્ષમ્યમાત્રા કરતા જો પાણીની વિધૃતવાહકતા ૪ં કરતા વધારે હોય તો આવી જમીનને ખારી જમીન / લુણો લાગેલ જમીન કહેવામાં આવે છે અને તેનો અમ્લતા આંક ૭.પ કરતા વધારે જોવા મળે છે. આ પ્રકારના પાણીનો ઉપયોગ કરવામાં આવે તો જમીનો સમયાંતરે બગડે છે. પરિણામે રાસાયણિક ખાતરોની ભલામણ કરતા વધુ વપરાશની જરૂરીયાત ઉભી થાય છે કારણ કે છોડ જરૂરી માત્રામાં ખારી જમીનમાંથી પોષક તત્વો પુરેપુરા મેળવી શકતો નથી. જેને લઈને ખેતી ખર્ચ વધે છે. તેથી પાણીનું પૃથકરણ કરાવવું ધણુ જ આવશ્યક છે.

અ.ન. વિગત પ્રમાણ
પી.એચ. ૬.પ થી ઓછી
અમ્લિય
૬.પ થી ૭.પ
સામાન્ય
૭.પ થી વધારે
ભાસ્મિક
વિધુતવાહકતા
માઈકૂોમ્હોઝ / સે.મી.
રપ૦ થી ઓછી
અલ્પ
રપ૦ થી ૭પ૦
મઘ્યમ
૭પ૦ થી રરપ૦
વધારે
રરપ૦ થી વધારે
ધણુ વધારે
આર.એસ.સી.(રેસીડયુઅલ સોડીયમ કાર્બોનેટ) ૧.રપ
સેફ
૧.રપ થી ર.પ૦૦
માર્જિનલ
ર.પ૦
અનસેફ
એસ.એ.આર (સોડીયમ એડસોરપ્શન રેશીયો) ૧૦ થી ઓછું
ઓછું
૧૦ થી ૧૮
મઘ્યમ
૧૯ થી ર૬
વધારે
ર૬ થી વધારે
વણુ વધારે
પેરા મીટર પાણીના નમૂનાનું પૃથકકરણ પ્રમાણ
૧. પી.એચ. ૮.૧૦ અમ્લિય સામાન્ય ભાસ્મિક
ર. વિધુતવાહકતા (ડેઃસા/ મી.) ૮.૭ અલ્પ મઘ્યમ વધારે ઘણું વધારે
૩. આર.એસ.સી. (મિ.ઈકવી/લિ.) ૦.૯ સેફ માર્જિનલ અનસેફ
૪. એસ.એ.આર ૧.૬૧ ઓછું મઘ્યમ વધારે ઘણું વધારે