જિલ્લા પંચાયત હસ્તક ની શિક્ષણશાખામાં પ્રાથમિક શિક્ષણ નો વ્યાપ વધારવા તેમજ બાળકનાં ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે સહાયક વિવિધ યોજનાઓનાં અમલીકરણ ની કામગીરી કરવામાં આવે છે. તે માટે જરૂરી માર્ગદર્શન અને હુકમો નાં સ્વરૂપે આદેશો બહાર પાડવામા આવે છે , આ ઉપરાંત RIGHT TO EDUCATION અંતર્ગત નબળા અને વંચિત જૂથના બાળકોને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ઘો. ૧ થી ૮ માં મફત શિક્ષણ આપવામાં આવે છે જે અંગેનો તમામ ખર્ચ સરકારશ્રી દ્વારા ઉપાડવામાં આવે છે.