×

યોજનાઓ

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ ૨૦૦૯ અંતર્ગત નબળા અને વંચિત જૂથના બાળકોને ખાનગી શાળામાં ધોરણ-૧માં પ્રવેશ બાબત
બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ અધિકાર અધિનિયમ-૨૦૦૯ અને બાળકોના મફત અને ફરજીયાત શિક્ષણ અધિકારના નિયમ-૨૦૧૨માં નબળા અને વંચિત જૂથના બાળકોને બિન-અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળામાં ધોરણ-૧માં ૨૫% મુજબ પ્રવેશ આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે.આ યોજના અંતર્ગત નબળા અને વંચિત જૂથના બાળકોને રાજ્યની બિન-અનુદાનિત ખાનગી શાળામાં ધોરણ-૧ થી ધોરણ-૮ દરમ્યાન મફત શિક્ષણ આપવામાં આવે છે.જેનો ખર્ચ સરકારશ્રી દ્વારા ઉપાડવામાં આવે છે.

નીચ દર્શાવેલ અગ્રતાક્રમ ધરાવતા હોય તેવા બાળકોને આ યોજના હેઠળ અગ્રતાક્રમ મુજબ પ્રવેશપાત્ર બને છે.
૧. અનાથ બાળક
૨. સંભાળ અને સંરક્ષણની જરૂરિયાત વાળું બાળક
૩. બાલગૃહના બાળકો
૪. બાળમજૂર/સ્થળાંતરિત મજુરના બાળકો
૫. મંદબુદ્ધિ/સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો,ખાસ જરૂરિયાત વાળા બાળકો/શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધરા-૨૦૧૬ની કલમ ૩૪(૧) માં દર્શાવ્યા મુજબના તમામ દિવ્યાંગ બાળકો
૬. HIV થી અસરગ્રસ્ત બાળકો
૭. ફરજ દરમ્યાન શહીદી થયેલ લશ્કરી/અર્ધલશ્કરી/પોલીસદળના જવાન ના બાળકો
૮. ૦ થી ૨૦ આંક ધરાવતા તમામ કેટેગરી (SC,ST,SEBC,જનરલ તથા અન્ય)ના BPL કુટુંબના બાળકો
૯. અનુસુચિત જાતિ/અનુસુચિત જનજાતિ કેટેગરીના બાળકો
૧૦. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ/અન્ય પછાત વર્ગ/વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ/અન્ય પછાત વર્ગ/વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો સદર કેટેગરીમાં વિચરતી અને વિમુક્ત જાતિના બાળકોને પ્રવેશમાં પ્રથમ અગ્રતા આપવાની રહેશે.br> ૧૧. જનરલ કેટેગરી/બી અનામત વર્ગના બાળકો

નોધ:- અગ્રતાક્રમ ૯ થી ૧૧ માં આવતા બાળકો મતે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક રૂ!,૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તારમાં રૂ!,૧,૫૦,૦૦૦/- ની આવક મર્યાદા લાગુ પડશે.પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા આવકની અગ્રતા તથા વાલીએ પસંદ કરેલ શાળાની અગ્રતા ક્રમાનુસાર ધ્યાને લઇ પ્રવેશ આપવામાં આવશે.

આર.ટી.ઈ.એક્ટ અન્વયે પ્રવેશ મેળવેલ દરેક બાળકને જે શાળામાં પ્રવેશ મેળવેલ હોય તે શાળાને પ્રવેશ ફી હેતુ રૂ!,૧૦,૦૦૦/- અથવા ખરેખર થતી ફીની મર્યાદામાં સહાય કરવામાં આવે છે.તેમજ પ્રવેશ મેળવેલ તમામ બાળકને ડ્રેસ,બુટ,પુસ્તકો,પરિવહન ખર્ચ તથા સ્કુલ બેગ અને આનુસંગિક વસ્તુઓ ખરીદવા માટે વિદ્યાર્થી દીઠ રૂ!,૩૦૦૦/-ની મર્યાદામાં સહાય કરવામાં આવે છે.
આ.ટી.ઈ.એક્ટ અન્વયે વર્ષ-૨૦૧૭-૧૮માં ૮૨૩ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો. તેમજ આ વર્ષ-૨૦૧૮-૧૯ના વર્ષ માટેની પ્રવેશ પ્રક્રિયા તા-૧૯/૦૪/૨૦૧૮થી તા-૦૫/૦૫/૨૦૧૮ સુધી શરૂ કરવામાં આવનાર છે.

વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના
રાજ્યમાં કન્યા કેળવણીને ઉતેજન આપવાના હેતુથી વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના અમલમાં મુકવામાં આવેલ છે.વર્ષ-૨૦૧૧ના સેન્સસ ધ્યાને લઇ ૫૦% સુધી સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગ્રામ્ય વિસ્તારની તેમજ શહેરી વિસ્તારની ગરીબી રેખા નીચે રહેતા કુટુંબોની કન્યાઓને લાભ આપવામાં આવે છે.દરેક કન્યા માટે રૂ!,૨૦૦૦/- લેખે બોન્ડ ખરીદવામાં આવે છે.તેમજ કન્યા આઠ ધોરણ પાસ કરે ત્યારે કન્યા ને બોન્ડની રકમ વ્યાજ સહીત પરત કરવામાં આવે છે.
વર્ષ-૨૦૧૭-૧૮માં ગ્રામ્ય વિસ્તારની કન્યાઓ માટે ૬૭૧૬ બોન્ડ તેમજ શહેરી વિસ્તારની કન્યાઓ માટે ૪૫૩ બોન્ડ સરદાર સરોવર નર્મદા નિગમ લીમીટેડ-ગાંધીનગર ખાતેથી ખરીદ કરવામાં આવેલ છે.

વિદ્યાદીપ યોજના
ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓનું અકસ્માતથી ઈજા થતા,અકસ્માતથી અપંગ થવાથી અથવા અકસ્માતથી મૃત્યુના કિસ્સામાં રૂ!,૫૦,૦૦૦/-સુધીનું વળતર ચુકવવામાં આવે છે.