×

પ્રસ્‍તાવના

ગુજરાત રાજ્યમાં તા.૧/૪/૧૯૬૩ થી ત્રિસ્તરીય પંચાયતીરાજ અસ્તિત્વમાં આવેલ છે. જેમાં જિલ્લા પંચાયતએ પ્રથમ સ્તર છે. કચ્છ જિલ્લા પંચાયતમાં જુદી જુદી ૧૭ શાખાઓ આવેલી છે. જેના દ્વારા રાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાનો અમલ કરવા -કરાવવામાં આવે છે. તમામ શાખાઓ તથા કચેરીઓમાં સરકારશ્રીની વિવિધ વિકાસલક્ષી યોજનાના અસરકારક અમલીકરણ અને સંચાલન માટે આવશ્યક વર્ગ-૩ના કર્મચારીઓની નિમણુંક, બઢતી, બદલી, રજા મંજુરી, પેન્શન વિષયક કાર્યવાહી મહેકમ શાખા કરે છે. તેના નિયંત્રણ તથા તેઓની મહેકમ વિષયક કામગીરી કરે છે.