કચ્છ જિલ્લામાં ૪ શહેરી કુટુંબકલ્યાણ કેન્દ્રો, ૮ સામુહિક આરોગ્ય કેન્દ્રો, ૭ બ્લોક હેલ્થ ઓફિસ, ૩૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ ર૪ સરકાર માન્ય કુટુંબકલ્યાણ સેવા કેન્દ્રો કાર્યરત છે. ઉપરોકત સેવા કેન્દ્રો સાથે સતત સંકલન રાખી જિલ્લા કક્ષાએથી માર્ગદર્શન-આયોજન-સુપરવીઝન અને અમલીકરણ કરાવવામાં આવે છે.
આરોગ્ય અને કુટુંબકલ્યાણ કાર્યક્રમ અંર્તગત વિવિધ આરોગ્યના કાર્યક્રમોનું પ્રચાર-પ્રસાર અને પ્રસારણની કામગીરી આયોજન અમલીકરણ કરવામાં આવે છે. કુટુંબકલ્યાણ કાર્યક્રમની સફળતા માટે પદાધિકારીશ્રીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ સમયાંતરે આ કાર્યક્રમમાં સહભાગી બનવા માટે સહયોગ મેળવવામાં આવે છે.