×

પ્રસ્તાવના

સંકલિત બાળ વિકાસ યોજનાની શરૂઆત પહેલા બાળકો સગર્ભા બહેનો, ધાત્રી માતાના સ્વાસ્થય, આરોગ્ય, શિક્ષણ, આહાર વગેરેને લગતી વિવિધ યોજનાઓનો વિવિધ કચેરીઓ ફારા અમલ કરવામાં આવતો હતો. પરંતુ સરકારશ્રીએ પુર્વ પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય આહારની યોજનાઓ એક જ જગ્યાએથી ઉપલબ્ધ થાય તે માટે આ બધી યોજનાઓને સંકલિત કરી સંકલિત બાળ વિકાસ યોજના ના નામ સાથે ભારત દેશમાં તા.ર/૧૦/૧૯૭પ થી ૩૩ વિકાસ ખંડોમાં આ યોજનાનો એક સાથે અમલ શરૂ થયો. ગુજરાત રાજયમાં પણ આ જ દિવસે છોટાઉદેપુરથી શરૂઆત થયેલ છે. જે આજે પુરા ગુજરાતમાં અમલી છે.