×

પ્રસ્તાવના

આ વિભાગ ,ગુજરાત સરકારના નર્મદા જળસંપત્તિ,પાણી પુરવઠા અને કલ્પસર વિભાગનું કચ્છ જિલ્લા પંચાયતના વહીવટી નિયંત્રણ હેઠળનું વિભાગ છે.આ વિભાગ કચ્છ જિલ્લા પંચાયતની એક શાખા તરીકે કામગીરી કરે છે જેના શાખાઘ્યક્ષ તરીકે કાર્યપાલક ઈજનેર હોય છે.

આ વિભાગ હસ્તક ભુજ,અંજાર, રાપર ,નખત્રાણા,માંડવી અને નલીયા મુકામે પેટા વિભાગો છે.જે નાયબ કાર્યપાલક ઈજનેરશ્રીઓના નિયત્રણ હેઠળ છે. જળ એ જીવન છે.ખાસ કરીને ખેતી અને ખેત ઉત્પાદન વધારવા માટે તે ખૂબ જ જરૂરી છે.ગામડાઓમાં પ્રાથમિક સુવિધાના વિકાસ તથા ગ્રામ્ય અર્થતંત્ર તેમજ રાષ્ટ્રના અર્થતંત્રને ઉંચું

લાવવા માટે જળ એ એક અગત્યનું પરિબળ છે.નાની સિંચાઈના કામો સિંચિત ખેતીમાં અગત્યનો ભાગ ભજવે છે. જેથી વિકાસના કોઈપણ આયોજનમાં તેને પુરતું મહત્વ આપવામાં આવે છે.