×

બાલવાડી

બાળકોને નાનપણથી જ સારા સંસ્કારો મળે અને શિક્ષણ તરફ અભિરૂચિ જાગે તે માટે ૩ થી પ વર્ષની ઉંમરના બાળકોને માટે બાલવાડીની યોજના છે. અનુ. જાતિના બાળકો માટે સ્વૈચ્છિક સંસ્થાઓ બાલવાડી ચલાવે છે. બાલવાડીઓને અનુદાન આપવામાં આવે છે. બાલવાડીની માન્યતા મળતાં પ્રથમ વર્ષ રૂ.ર૦૦૦/- સાધન ગ્રાન્ટ તરીકે આપવામાં આવે છે. બાલવાડીની સંચાલિકા, મોન્ટેસરી ટ્રેઇન્ડ, પી.ટી.સી અથવા એસ.એસ.સી અને એક વર્ષનો અનુભવ અથવા શાળાંત પરીક્ષા પાસ કરી હોવી જોઈએ તેડાગર બહેન ઓછામાં ઓછું ચાર ધોરણ પાસ હોવી જોઈએ. સંચાલિકા અને તેડાગરની નિમણુંક સંસ્થા ઘ્વારા કરવામાં આવે છે.