×

પ્રસ્તાવના

આ શાખા ઘ્વારા હવે મેલેરીયા રોગની સાથે અન્ય વાહક જન્ય રોગો જેવા કે - ડેન્ગ્યુ, ફાઈલેરીયા , જાપાનીશ એન્કેલાઈટીઝ , યલો ફીવર અને કાલા આઝારને સાંકળી લઈ રાષ્‍ટ્રીય વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ ચલાવવામાં આવે છે.

જિલ્લામાં અનેક પરિબળોને કારણે મેલેરીયા રહે છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી ખાસ કરીને શહેરી વિસ્તારોમાં ડેન્ગ્યુ અને ચીકનગુનીયા રોગોના કેસો નોધાવા પામે છે. જયારે ફાઈલેરીયા ના જુજ માઇગ્રેટેડ કેસ છે. જયારેજાપાનીશ એન્કે ફેલાઈટીઝ , યલો ફીવર અને કાલા આઝારના કેસો નોધાયેલ નથી.