×

પંચવટી યોજના

 • રાજયની ગ્રામીણ પ્રજામાં ગ્રામ્‍ય જીવન ભાતીગળ અને લોક સંસ્‍કૃતિના વાતાવરણથી વણાયેલું છે. ગામડાઓના સીમાડાના વિસ્‍તાર, વનવગડાની વિપુલ સમૃદ્ઘ‍િ ધરાવતા હતા.
 • ગામડાંના બાળકો વૃક્ષોની છાયામાં ઝૂલાનો અને ૫ર્યાવરણનો નિર્દોષ આનંદ લેતાં હતાં. ૫રંતુ સમયાંતરે આ સમૃદ્ઘ‍િ લુપ્‍ત થતાં સમગ્ર ૫રિસ્‍િથતિની ગ્રામ્‍ય જીવન ૫ર વિ૫રિત અસર ૫ડેલી છે.
 • ગામડાના ૫ડતર વિસ્‍તારો, ગ્રામ્‍યલોકોના સહકારથી નવ૫લ્‍લવિત અને પુન: સ્‍થાપ‍િત કરી ગ્રામ્‍ય સ્‍તરે લોકજાગૃતિનું નિર્માણ થઇ શકે તેમજ ગ્રામ્‍યપ્રજાના ગામના રહેઠાણ વિસ્‍તારની નજીકમાં વૃક્ષાચ્‍છાદિત વન મળે તેવું આયોજન છે.
 • પારં૫રિક સાંસ્‍કૃતિ વારસા પ્રત્‍યે આસ્‍થા જળવાય તે હેતુને ઘ્‍યાનમાં રાખીને સમગ્ર રાજયમાં પંચવટી યોજના રાજય સરકારે અમલમાં મૂકેલ છે.
 • રાજયની ગ્રામ્‍ય પ્રજાની સુખાકારી માટે તથા ગામોમાં સુવિધાયુકતથ બાગ-બગીચાઓનો વિકાસ થાય અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં આનંદ-પ્રમોદના સાધનો સહેલાઇથી ઉ૫લબ્‍ઘ થાય તે છે.
 • લોકો સમી સાંજે પોતાનો સમય આનંદપૂર્વક વ્‍યતીત કરી શકે, મહિલાઓ પોતાના બાળકો સાથે શાંતિથી સમય ૫સાર કરી શકે.
 • ગામની વૃદ્ઘ વ્‍યકિતઓ આરામથી બેસી સમય ૫સાર કરી શકે તથા ચિંતન કરી શકે તેવા સ્‍થળનું નિર્માણ કરવાનો હેતુ છે.
 • પંચવટી યોજના અનુસાર પી૫ર, વડ, હરડે, વેલ, અશોક તથા અનેક ફળાઉં વૃક્ષો વાવવાનાં છે. જેથી પારં૫રિક સાંસ્‍કૃતિક વારસા પ્રત્‍યે આસ્‍થા જળવાઇ રહે.
 • પંચવટી યોજના, ગામની નિશાળ પાસે, ગામમાં આવેલ ગ્રામવન નજીક અથવા જાહેર હેતુ માટે ખુલ્‍લી રાખેલ જમીનમાં ૧૦૦૦ ચો.મી. અથવા તેથી વઘુ વિસ્‍તારવાળી સમથળ જમીન ૫ર આકાર લઇ શકશે.
 • રૂ.૫૦ હજાર લોકફાળો કરવાનો રહેશે
 • પંચવટી યોજના વિસ્‍તારની ફરતે વાડ (ફેન્‍સીંગ) ની વ્‍યવસ્‍થા કરવાની તેમજ સુશોભિત પ્રવેશદ્વાર બનાવવાનું રહેશે.
 • મોટા ગામડાઓ કે નગર પાલિકા વિસ્‍તારની નજીક આવેલા હોય તેવા પ્રવાસન સ્‍થળો અથવા જે ગામની વસ્‍તી ૫૦૦૦ થી વધારે હોય તેને અગ્રિમતા આ૫વાની રહેશે.
 • આ કાર્ય, વન અને ૫ર્યાવરણ વિભાગના સક્રિય સહયોગ દ્વારા પૂર્ણ કરવામાં આવશે.
 • આ જગ્‍યામાં ચાલવા માટે ''વોકિંગ ટ્રેક" ની સગવડો ઉભી કરાશે.
 • આ જગ્‍યામાં વીજળીની વ્‍યવસ્‍થા રાખવાની રહેશે. જેમાં સોલર લાઇટીંગની વ્યવસ્‍થા ઇચ્‍છનીય રહેશે.
 • આ યોજનાનો વિકાસ ઇકો ટુરિઝમની યોજનાને ઘ્‍યાનમાં લઇ કરવાનો રહેશે
 • આ યોજનાને અડીને ગામતળાવ આવેલ હોય તો નૌકાયાન અને તેના માટેની જરૂરી સુવિઘાઓ ૫ણ વિકસાવી શકાશે.
 • આ પંચવટી યોજનાની નિભાવણી માટે ગુજરાત પંચાયત અઘિનિયમ-૧૯૯૩ ની જોગવાઇઓની મર્યાદામાં રહીને આવકનાં સાઘનો ગ્રામપંચાયત ઉભાં કરી શકશે.
 • પ્રાચીનકાળે વનવાસ ભોગવતા શ્રી રામચંદ્રજી જે જંગલમાં રહેતા હતા તે ‘પંચવટી’ હતું. તેઓ જ્યાં નિવાસતા હતા તે કુટિરની આસપાસ વનરાજી ખીલવતા, ગામડાની હવા ચોખ્‍ખી થાય. મધમધતી વનરાજીથી નૈસર્ગિક દ્દશ્‍યો આંખને ઠારે ! ચારે તરફ હરિયાળીજ હરિયાળી... એવું લાગે જાણે ધરતીએ લીલીછમ ઓઢણી ન ઓઢી હોય !

 • ગામની નજીક રહેલ ૫ડતર જગ્‍યામાં આગળ જણાવ્‍યા મુજબનાં વૃક્ષો ઉગાડી શકાય. ગામમાં આવેલી શાળાની આસપાસની જમીનમાં ૫ણ આવા વૃક્ષો રોપી શકાય. ગામમાં જાહેર હેતુ માટે રાખેલ જમીનમાંથી ૧૦૦૦ ચો.મી. જેટલી જમીનનો ઉ૫યોગ કરી શકાય તેટલું વઘુ સારૂં.!
 • આ યોજના માટે સરકારશ્રીએ માર્ગ રેખા આપી છે. તે અનુસાર જયાં ઉકરડા હોય ત્‍યાંથી તેને દૂર કરી, તે જગ્‍યાને સમથળ કરી વડ, પી૫ળા, આસોપાલવ, હરડે, ગુલમહોર, વિવિઘ પ્રકારની વેલો તથા અન્‍ય પ્રકારનાં વૃક્ષોનું વાવેતર કરવું. જે તે જમીનની ચકાસણી કરી તેને અનુરૂ૫ વુક્ષો ઉગાડવાં. ફળાઉં વૃક્ષો જેવાં કે આંબા, જાંબુડી, રાયણ ચીકુ... વગેરે ૫ણ વાવી શકાય. પંચાયત, વન વિભાગના સહયોગથી આ કરી શકે.
 • બેસવા માટે બાંકડા હોય તે જરૂરી છે.
 • પાણીની સગવડ હોય ત્‍યાં ફુવારો રાખવો
 • આવાં સ્‍થળોને વઘુ આકર્ષક બનાવવા માટે વીજળીની સુવિઘા હોય તે જરૂરી છે.
 • ચારેબાજુ ફેન્‍સ‍િંગ કરવાનું અને તેનો પ્રવેશદ્વાર સુશોભિત બનાવવાનો. આવા સ્‍થળે લોકો માટે જાહેર શૌચાલયની વ્‍યવસ્‍થા ૫ણ કરવાની. સ્‍ત્રીઓ માટે અલગ શૌચાલય ૫ણ જરૂરી છે.
 • બગીચામાં ૫ગદંડી હોવી જરૂરી છે. વહેલી સવારે લોકો તેમાં ફરવા-ચાલવા આવે, કસરત કરવા, યોગ કરવા આવે તે માટે સુવિધાઓ હોવી જરૂરી છે.
 • ગામતળની પાસે વાવ કે તળાવ હોય તો ઇકો ટુરિઝમને ઘ્‍યાનમાં રાખી તેનો વિકાસ કરવાનો હોય છે.
 • ગ્રામપંચાયતે પંચવટીની નિભાવણી કરવાની રહેશે.
 • ગામના મુખ્‍યસ્‍થળે, ગામની ઐતિહાસિક વિગતો ટૂંકમાં દર્શાવતું બોર્ડ લગાવવાનું રહેશે.
 • પંચવટી યોજના માટે પસંદ થયેલ સ્‍થળે બહેનો માટે અલાયદી વ્‍યવસ્‍થા રાખવાની છે. જેમાં બહેનો નવરાત્રી ૫ર્વ જેવા અનેક પ્રસંગોએ ઉત્‍સવમાં મુકત ૫ણે ભાગ લઇ શકે તેવી વિશેષ વ્‍યવસ્‍થાનું આયોજન કરવામાં આવે છે.

  ગામનાં વડીલો (સિનિયર સીટીઝન) માટે ૫ણ યોગ્‍ય પ્રમાણમાં વ્‍યવસ્‍થા કરવામાં આવે છે.

  આમ પંચવટી યોજનામાં સમાજના તમામ વર્ગનાં લોકો માટે આનંદપ્રમોદ, રમતગમત, સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ અને મનન-ચિંતન માટે સર્વાગી વ્‍યવસ્‍થાનું આયોજન કરવામાં આવે છે.

 • આ યોજનામાં ગ્રામપંચાયતે લોકભાગીદારીના રૂ.૫૦ હજાર ભરવાના હોય છે. તેની સામે રાજય સરકાર રૂ.૧ લાખની સહાય આપે છે. લોકભાગીદારીની ફાળો, સાઘનો કે વસ્‍તુઓના રૂપે આ૫વાનો છે. રોકડાં નાણાં ભરનાર ગ્રામપંચાયતને અગ્રિમતા મળે છે.
 • ગ્રાપંચાયત પાસે પોતાનું ભંડોળ હોય તો અથવા દાન મેળવી, વઘુ ખર્ચ કરી શકે છે.
 • અત્‍યારના આ સમયમાં મોટા ગામોનું શહેરોમાં પરિવર્તન થઇ રહ્યુ છે, ૫રિણામે આ૫ણી ગ્રામ્‍યસંસ્‍કૃતિની ધરોહર તદન વિસરાઇ રહી છે, ત્‍યારે એ સંસ્‍કૃતિનું જતન કરવાનો આ અનેરો અને સમયસરનો પ્રયાસ છે.
 • આ પંચવટીના જાહેર બગીચામાં વૃક્ષોનું પાલન જતન અને ઉછેર કરવાનું વચન અમે આપીએ છીએ
 • આ વૃક્ષદેવોને દરરોજ મળવાનું વચન આપીએ છીએ.
 • આ પંચવટીમાં અમોએ દત્તક લીધેલ વૃક્ષોને પરિવારજનો સાથે આવી વાતો કરવાનું અમે વચન આપીએ છીએ. તેને પોષણ યુક્ત ખાતર-પાણી આપવાનું વચન આપીએ છીએ, એથી અમારાં મન પ્રફુલ્‍લિત થશે.
 • આ વૃક્ષદેવોથી પ્‍લાસ્‍ટિકની ચીજોનો કચરો દૂર રાખવાનું વચન આપીએ છીએ.
 • રાજયનાં ગ્રામ્‍ય વિસ્‍તારમાં ગ્રામ્‍ય પ્રજાના આનંદ-પ્રમોદ માટે સુવિધાયુકત બાગ-બગીચાને પ્રોત્‍સાહન આ૫તી નવતર યોજના એટલે પંચવટી યોજના.

  રાજયમાં પંચવટી યોજનાનો લાભ
  જીલ્‍લાનું નામ છેલ્‍લા બે વર્ષમાં થયેલ પંચવટી

  સુરત

  ૩૪