×

શિષ્‍યવૃત્તિ

સને ૧૯૯૭/૯૮ નાં વર્ષથી ધોરણ ૧ થી ૪ માં અભ્યાસ કરતાં વિધાર્થીઓને શિષ્યવૃતિ આપવાનું નકકી થયેલ છે. કુમાર માટે રૂપિયા ૭પ અને કન્યામાટે રૂપિયા ૧૦૦ ના દરે શિષ્યવૃતિ આપવામાં આવે છે. આ યોજનામાં આવક મર્યાદા લાગુ પડતી નથી. અનુજાતિનાં ધોરણ ૧ થી ૭, તથા ૮ થી ૧૦ માં ભરતાં વિધાર્થીઓને પ્રાથમિક શાળામાં વાર્ષકિ પરિક્ષામાં ઓછામાં ઓછા ૩૮ % ગુણ મેળવનાર અને માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં શિષ્યવૃતિ મેળવવા ઓછામાં ઓછા ૪પ % ગુણ પ્રાપ્ત કરનારને લાભ મળે છે.

ધોરણ વિગત શિષ્યવૃતિના વાર્ષકિ દર
૧ થી ૪ કુમાર ૭૫
૧ થી ૪ કન્યા ૧૦૦
પ થી ૭ કુમાર/કન્યા (સરકારી શાળા) ૧૨૫
પ થી ૭ માન્ય ખાનગી શાળા ૨૦૦
૮,૯ અને ૧૦ સરકારી અથવા સરકાર માન્ય શાળા ૨૦૦

ર. ગણવેશ માટે સહાય (બે જોડી) :
અનુસુચિત જાતિનાં ધોરણ ૧ થી ૭ માં અભ્યાસ કરતાં વિધાર્થી/વિધાર્થીનીઓને બે જોડી ગણવેશ આપવામાં આવે છે. રૂપિયા ૧પ૦૦૦ ની વાર્ષકિ આવક મર્યાદા છે.

૩. અસ્વચ્છ વ્યવસાય શિષ્યવૃતિ :
અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલા વાલિઓના બાળકોને ધોરણ ૧ થી ૧૦ સુધીના અભ્યાસકૂમ માટે જુદાં જુદાં દરે ૧૦ માસ માટે શિષ્યવૃતિ આપવામાં આવે છે. આ ઉપરાંત રૂ.પ૦૦/- વાર્ષકિ એડહોક આપવાની પણ જોગવાઈ છે.

૪. અતિપછાત જાતિ માટે શિષ્યવૃતિ :
અનુસુચિત જાતિ પૈકી અતિપછાત જાતિઓનાં ધોરણ ૧ થી ૭ માં કુમારને રૂ.૪પ૦/- અને કન્યાને રૂ.૬૦૦/- વાર્ષકિ શિષ્યવૃતિ આપવામાં આવેછે. ધોરણ ૮ થી ૧૦ માં અભ્યાસ કરતાં વિધાર્થીઓને રૂ.૩૦૦/- અને વિધાર્થીની ઓને રૂ.૪૦૦/- વાર્ષકિ શિષ્યવૃતિ આપવામાં આવે છે.

પ. સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલની ભેટ :
વર્ષ ૧૯૯૮ / ૯૯ થી ધોરણ ૮,૯ અને ૧૦ માં અભ્યાસ કરતી અનુસુચિત જાતિની વિધાર્થીઓને સાયકલ આપવાની યોજના અમલમાં છે.

૬. ગ્રાન્ટ ઇન એઈડ છાત્રાલયને અનુદાન :
ગ્રાંટ ઇન એઈડ છાત્રાલયોના સુધારા વધારા અને વિસ્તૃતીકરણ માટે સહાય આપવાની યોજનામાં ૪પ % કેન્દ્ર સરકાર, ૪પ % રાજય સરકારની જયારે બાકીના ૧૦ % સ્વૈચ્છિક ખાનગી શૈક્ષણીક સંસ્થાઓએ ભોગવવા રહે છે.

૭. ખેતીની જમીન ખરીદવા સહાય :
અનુસુચિત જાતિના જમીન વિહોળા લોકોને ખાનગી જમીન ખરીદવા ર એકર જમીનની કિંમતના પ૦% લેખે વધુમા વધુ ર૦૦૦૦/- સુધીની સહાય આપવામાં આવે છે. કુટુંબની એક જ વ્યકિતને લાભ આપવામાં આવેછે. આવક મર્યાદા રૂ.૧૮૦૦૦/- ની છે. જમીન ખરીદેલ હોય તેનો વેંચાણ દસ્તાવેજ/ જાતિ અને આવકના દાખલા સાથેની અરજી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીને કરવાની હોય છે.

૮. મફત તબીબી સહાય :
અનુસુચિત જાતિનાં દર્દીઓને નિચેના દરે મફત તબીબી સહાય આપવામાં આવે છે.
૧. સ્ત્રીઓને થતા પાંડુંરોગ માટે રૂ.૧પ૦/-
ર. ટી.બી જેવા દર્દો માટે મહીને રૂ.રપ૦/- પ્રમાણે ૧ર માસ સુધી
૩.કેન્સર માટે માસિક રૂ.પ૦૦/- દર્દ મટે ત્યાં સુધી આપવામાં આવે છે.
૪.રકતપિત માટે માસિક રૂ.૪૦૦/-દર્દ મટે નહી ત્યાં સુધી આપવામાં આવેછે.