રાજયમાં કચ્છ જીલ્લો ભૌગોલિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી પોતાનું આગવું સ્થાન ધરાવે છે અને અનેક વિષયમતાઓથી ધેરાયેલો છે. કચ્છ જીલ્લો સરહદી જીલ્લઓ પૈકી એક છે.
શાળ આરોગ્ય તપાસણી યોજના હેઠળ્ ૯ થી ૧૦ વર્ષની વયના બાળકોને સહેલા.થી નિદાન થ. શકે અને સારવારથી મટી શકે એવી બિમારીઓમાંથી તેમને મુકત કરવા તથા ખાસ કીસ્સામાં શોધાયેલી ખામીની સંપૂર્ણ સારવાર સલાહ નિર્ધારીત સંદર્ભ સારવાર કેન્દ્ર ઉપરથી મળી શકે તે હેતુથી જીલ્લાની તમામ પ્રાથમિક, માઘ્યમિક શાળઓ તથા આંગણવાડી કેન્દ્રો આવરી લેવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ છે.
આ કાર્યક્રમનો સામાન્ય હેતુ નીચે મુજબ છે.
ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં પેરા મેડીકલ સ્ટાફ આ.વા. કાર્યકરો, શિક્ષકશ્રીઓ, નગરપાલિકા સ્ટાફ વગેરેના સહકારથી આ કાર્યક્રમ આયોજનબઘ્ધ રીત સફળ્ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જીલ્લાના તમામ આ.વા. પ્રા.શાળ અને માઘ્યમિક શાળઓને આવરી લેવા માટે કુલ ૧ર૯ ટીમ બનાવવામાં આવી છે. જેમાં આરોગ્ય કર્મચારી (પુ/સ્ત્રી), આરોગ્ય સુપરવા.ઝર (પુ/સ્ત્રી) તથા આંગણવાડી કાર્યકર, મહિલા સ્વાસ્થ્ય સંઘ તથા દાયણની સેવાઓ લેવામાં આવે છે.
આ કાર્યક્રમને પાર પાડવા માટે ખામી વાળ બાળકોને જરૂરી દવાઓ પ્રા.આ.કેન્દ્રો દ્વારા આપવામાં આવે છે જરૂર જણાયે વધારાની દવાઓ મઘ્યસ્થ ઔષધ ભંડાર ગાંધીનગર તરફથી મેળવવામાં આવે છે.
કાર્યક્રમનો બહોળે પ્રચાર- પ્રસાર થાય તે હેતુસર શાળઓમાં પોષ્ટર્સ, પેમ્પલેટસ,હેન્ડબીલનું વિતરણ, પ્રભાતફેરી, લોકલ ચેનલ, આકાશવાણી તેમજ આરોગ્ય કર્મચારીઓ ઘ્વારા ફીલ્ડ વિઝીટ દરમ્યાન પ્રચાર પ્રસારની કામગીરી કરે છે.