×

પ્રસ્‍તાવના

પંચાયતની રાજયની સ્‍થાપના ગુજરાત રાજયમાં થઇ ત્‍યારથી જિલ્‍લા પંચાયત કચ્‍છની આંકડા શાખા દ્વારા વિવિધ પ્રકારની આંકડાકીય કામગીરી કરવામાં આવે છે તેમાં આંકડાકીય માહિતીની ગુણવતા અને વ્‍યાપ અનુસાર આંકડાકીય માહિતી એકત્ર કરવાના ધોરણમાં એકરૂપતા જળવાય તે રીતની કામગીરી કરવામાં આવે છે અને જિલ્‍લા પંચાયતોની સમગ્ર આંકડાકીય કામગીરીનું એકત્રીકરણ કરીને લોકોમાં જાગૃતિ લાવવાની મહત્‍વની કામગીરી આંકડા શાખા દ્વારા કરવામાં આવે છે.

તાલુકા કક્ષાએ આંકડાકીય કામગીરી તાલુકાના આંકડા મદદનીશ દ્વારા કરવામાં આવે છે. જયારે ગ્રામ્‍ય કક્ષાએ આ કામગીરી ગામના તલાટી કમ મંત્રીશ્રી મારફતે કરવામાં આવે છે. આ સંદર્ભમાં આંકડાક્ષેત્રે નીચે મુજબની કામગીરી કરવામાં આવે છે. વસ્‍તી વિષયક આંકડા

ર૦૧૧ ની વસ્‍તી ગણતરી પ્રમાણે કચ્‍છ જિલ્‍લામાં કુલ ૯૨૪ ગામો અને ૧૪ શહેરો આવેલા છે અને દસ તાલુકાઓ આવેલા છે. ૨૦૧૧ ની વસ્‍તી ગણતરી પ્રમાણે કચ્‍છ જિલ્‍લાની કુલ વસ્‍તી ૨૦૯૨૩૭૧ છે. તે પૈકી ૧૦૯૬૭૩૭ પુરૂષો અને ૯૯૫૬૩૪ સ્‍ત્રીઓ છે.