મુખપૃષ્ઠશાખાઓઆંકડા શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના


પંચાયની રાજ્યની સ્‍થાપના ગુજરાત રાજ્યમાં થઇ ત્‍યારથી જિલ્‍લા પંચાયત કચ્‍છની આંકડા શાખા દ્વારા વિવિધ પ્રકારની આંકડાકીય કામગીરી કરવામાં આવે છે. તેમાં આંકડાકીય માહિતીના ગુણવત્તા અને વ્‍યાપ અનુસાર આંકડાકીય માહિતી એકત્ર કરવાના ધોરણમાં એકરૂપતા જળવાય તે રીતની કામગીરી કરવામાં આવે છે અને જિલ્‍લા પંચાયતોની સમગ્ર આંકડાકીય કામગીરીનું એકત્રીકરણ કરીને લોકોમાંજાગૃત લાવવાની મહત્‍વની કામગીરી આંકડા શાખા દ્વારા કરવામાં આવે છે.
તાલુકા કક્ષાએ આંકડાકીય કામગીરી તાલુકાના આંકડા મદદનીશ દ્વારા કરવામાં આવે છે. જ્યારે ગ્રામ્‍ય કક્ષાએ આ કામગીરી ગામના તલાટી કમ મંત્રીશ્રી મારફતે કરવામાં આવે છે. આ સંદર્ભમાં આંકડાક્ષેત્રે નીચે મુજબની કામગીરી કરવામાં આવે છે. વસ્‍તી વિષયક આંકડા
૨૦૧૧ની વસ્‍તી ગણતરી પ્રમાણે કચ્‍છ જિલ્‍લામાં કુલ ૯૨૪ ગામો અને ૧૪ શહેરો આવેલા છે અને દસ તાલુકાઓ આવેલા છે. ૨૦૧૧ની વસ્‍તી ગણતરી પ્રમાણે કચ્‍છ જિલ્‍લાની કુલ વસ્‍તી ૨૦૯૨૩૭૧ છે. તે પૈકી ૧૦૯૬૭૩૭ પુરુષો અને ૯૯૫૬૩૪ સ્ત્રીઓ છે.

છેલ્લા સુધારાની તારીખ : 8/6/2018

વપરાશકર્તાઓ : 586843