મુખપૃષ્ઠશાખાઓખેતીવાડી પિયત સુવિધા

પિયત સુવિધા

ખેત ઉત્પાદનનો મુખ્ય આધાર જિલ્લામાં આવેલ કૂવા, પાતાળ કૂવા, નહેર કે તળાવથી કેટલા વિસ્તારમાં પિયત આપવામાં આવે છે તેના પર રહેલો હોય છે. તેથી પિયતની ઉપલબ્ધતાને ઘ્યાને લઈ ઋતુ વાર પાકનું આયોજન કરવામાં સદર માહિતી ઉપયોગી બની રહે છે. આમ ખેત ઉત્પાદન કાર્યક્રમને અસરકારક બનાવવા માટે પિયતના વિવિધ સ્ત્રોત અંગેની માહિતી આવશ્યક છે.
પિયતના સાધનો
કૃષિ ઉત્પાદન માટે પિયત મહત્વનું પરિબળ છે. સામાન્ય રીતે કૂવા , પાતાળ કૂવા, નહેર અને થોડા ધણા અંશે તળાવથી પિયત આપવામાં આવે છે. જેથી જે તે વિસ્તારની પિયતની સુવિધા તે વિસ્તારના પાક ઉત્પાદન પર મહત્વનો ભાગ ભજવે છે. સરકારશ્રીની નાની સિંચાઈ, મોટી સિંચાઈ તથા સુજલામ સુફલામ યોજના અનુસાર ચેક ડેમ, ખેતતલાવડી ઘ્વારા વોટર શેડ મેનેજમેન્ટ પાક ઉત્પાદનમાં અતિ મહત્વનો ભાગ ભજવી શકે તેમ છે. જેથી રાજયમાં વધુમાં વધુ પિયતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવી પાણીના કાર્યક્ષમ આયોજન ઘ્વારા વધુ ઉત્પાદન મેળવી શકાય તેમ છે.
અ.ન. પિયતનો સ્ત્રોત સંખ્યા વિસ્તાર (હેકટરમાં)
કૂવાથી (ર૮૩૦૬ ) (૧ર૩૦૦૦ હેકટર)
સરકારી પાતાળ કૂવા (-)
ખાનગી પાતાળ કૂવા (ર૧૯) ટયુબવેલ (૧પ૦૦ હે.)
નહેરથી પિયત (રર૮૦૦ હે.)
તળાવથી તથા અન્ય સાધનોથી પિયત (ર૭૦૦ હે.)
આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 31/5/2019

વપરાશકર્તાઓ : 648223