મુખપૃષ્ઠશાખાઓખેતીવાડીપ્રસ્‍તાવના
 

પ્રસ્તાવના

કચ્છ જિલ્લાનું સ્થાન એગ્રોકલાઈમેટીક ઝોન દાંતીવાડા માં આવેલ છે. છેલ્લા ૧૦ વર્ષનો સરેરાશ વરસાદ ૩૮પ.૧ મી.મી. છે. કચ્છ જિલ્લાનું વિષમ પ્રકારનું હવામાન છે. સમગ્ર ગુજરાતમાં આ પ્રદેશ કચ્છ તરીકે જાણીતો છે. જિલ્લામાં મુખ્ત્વે રેતાળ, ગોરાડુ અને ભાસ્મીક પ્રકારની જમીન આવેલી છે. જમીન ઓછી ફળદ્રુપતા છતાં ઉત્પાદકતા વધુ ધરાવે છે. મગફળી, કઠોળ, કપાસ, દિવેલા, તલ, બાજરી, ધઉં, રાઈ, શાકભાજી, ફળઝાડના પાકો આ વિસ્તારના મુખ્ય પાકો છે.
 
કચ્છ જિલ્લામાં ખેતી એ મુખ્ય વ્યવસાય છે. અને ખુબજ મોટો જિલ્લો હોવાથી હવામાનની જુદી જુદી અસરો હેઠળ ખેતીના પાકોનું વાવેતર થતું રહે છે. કચ્છ જિલ્લામાં ખરીફ રુતુમાં બાજરી,મગફળી,કપાસ,કઠોળ,જુવાર,એરંડા,જેવા પાકોનું વાવેતર થાય છે. જયારે શિયાળાની રુતુમાં ધઉં,રાયડો,ઈસબગુલ,જીરુ, અને શાકભાજીનું વાવેતર થાય છે. અને ઉનાળાની રુતુમાં મગફળી,બાજરી,નુ વાવેતર કરવામાં આવે છે.
 

છેલ્લા સુધારાની તારીખ : 31/5/2019

વપરાશકર્તાઓ : 648198