મુખપૃષ્ઠશાખાઓસમાજ કલ્‍યાણ શાખાયોજનાઓ

યોજનાઓ


સરસ્વતી સાધના યોજના સાયકલ સહાય
આ યોજના અંતર્ગત ધોરણ – ૯ મા અભ્યાસ કરતી તમામ અનુસુચિત જાતીની વિધ્યાર્થીનીઓને સાયકલ આપવામા આવે છે.
કુંવરબાઈનુ મામેરૂ યોજના
આ યોજના અંતર્ગત અનુસુચિત જાતીની લગ્ન કરતી દરેક કન્યાને બે વર્ષની મુદતની અંદર રૂ! ૧૦,૦૦૦/- અંકે રૂપીયા દસ હજાર પુરાની સહાય ચુકવવામા આવે છે.
માઈ રામાબાઈ સાતફેરા સમુહ લગ્ન યોજના
આ યોજના અંતર્ગત સમુહ લગ્નમા લગ્ન કરતી દરેક અનુસુચિત જાતિની કન્યાને રૂ! ૧૦,૦૦૦/- અંકે રૂપીયા દસ હજાર પુરા ની સહાય મળે છે અને સમુહ લગ્ન કરાવતી સંસ્થાને યુગલ દીઠ રૂ! ૨,૦૦૦/- મળે છે.
રાજા હરીશ્ચંદ્ર મરણોત્તર અંત્યેષ્ઠી સહાય યોજના
આ યોજના અંતર્ગત મ્રુત્યુ પામેલા અનુસુચિત જાતીની મ્રુત્યુ પામેલી વ્યક્તીના વારસદારને રૂ! ૫૦૦૦/- અંકે રૂપીયા પાંચ હજાર પુરાની સહાય આપવામા આવે છે.
આંબેડકર આવાસ યોજના
આ યોજના અંતર્ગત દરેક લાભાર્થી જે પોતાની માલીકીનો પ્લોટ ધરાવતો અથવા જર્જરીત મકાન થરાવતો હોય તેવા અનુસુચિત જાતીના લાભાર્થીને રૂ! ૭૦૦૦૦/- અંકે રૂપીયા સિત્તેર હજાર પુરા ત્રણ હપ્તામા ચુકવવામા આવે છે.
વિવિધ શિષ્યવ્રુત્તિ/ ગણવેશ સહાય યોજના
પ્રાથમીક અને માધ્યમિક શાળાઓના તમામ અનુસુચિત જાતીના વિધ્યાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત રૂ! ૫૦૦/- થી લઈને રૂ! ૩,૦૦૦/- સુધીની શિષ્યવ્રુત્તિ ચુકવવામા આવે છે. ધોરણ ૧ થી ૮ ના વિધ્યાર્થીઓને રૂ! ૩૦૦/- ગણવેશ સહાય ચુકવવામા આવે છે.

છેલ્લા સુધારાની તારીખ : 31/5/2019

વપરાશકર્તાઓ : 648222